જાણો કેવું રેહશે 22 February – 28 February સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Best Astrologer In Surat, India દ્વારા

મેષ:

        મેળો કે કોઈ ઉત્સવ માં શામેલ થવાના અવસર બની શકે છે. વ્યાપારિક વૃદ્ધિ ના પ્રબળ યોગ છે. વિચારશક્તિ અને કલ્પનાશક્તિ પણ વધવાની સંભાવના છે. એના ફળસ્વરૂપ તમારો આત્મવિશ્વાસ વધશે અને કામ માં સફળતા મળશે.

વૃષભ:

        આ સપ્તાહમાં વિદ્યાર્થીઓ મળેલી સફળતાથી સંતુષ્ઠ રેહશે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો ને પોતાના લક્ષ્યને પામવા માટે વધારે સંઘર્ષ કરવો પડશે. દાંપત્ય જીવનમાં સ્નેહ અને સહયોગ રેહશે. આજીવિકા ક્ષેત્રે સબંધીઓ અને મિત્રો તરફ થી સહયોગ મળશે.

મિથુન:

        સપ્તાહના આરંભમાં નસીબનો પૂર્ણ સહયોગ નહિ મળી શકે. કાર્ય પુરા ન થવા ને લીધે મન વિચલિત રેહશે. કઠોર મેહનત થી જ કાર્ય પુરા થશે. આ સપ્તાહમાં ધન હાનીના પણ યોગ  બની રહ્યા છે. એક થી વધુ પ્રેમ સબંધો એક જ સમયે રાખવાથી બચવું. નવા મિત્રો બનવા અને મિત્રો પર ખર્ચા થશે.

કર્ક:

        આ સમયમાં તમારામાં પરાક્રમ, આત્મવિશ્વાસ અને સાહસ વધુ રેહશે. બાળકોની સંગત પર વધુ ધ્યાન આપવું. વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થઇ શકે છે. કોઈ પણ મામલાને કોર્ટ કચેરી લઇ જતા અટકવું. વ્યવસાયિક જીવનમાં યોગ્યતા બતાવવાના પર્યાપ્ત અવસર મળશે.

સિંહ:

        આવકની અછત ની સંભાવના છે. આવક અને ખર્ચા સમાન થવાને કારણે ધનની બચત કરવી સંભવ નથી. આવક વધારવા માટે તમારે તમારી પૂરી યોગ્યતા અને અનુભવ નો ઉપયોગ કરવો પડશે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવશે.

કન્યા:

        સપ્તાહની શરૂઆત માં વધુ પડતી ભાવનાત્મકતા, ઉત્સાહ અને નવી ઉર્જા થી ભરપુર રેહશો. આ સમયમાં પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા પણ હશે. પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક પ્રસંગનું આયોજન થશે. સરકારી કામ માં લાભ ના સમાચાર મળશે.

તુલા:

                વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા ઓછી રેહશે. ભણવામાં પણ ઓછી રૂચી રેહશે. આ સમય વૈવાહિક જીવન માટે કષ્ટદાયક રેહશે. ધન ની બાબતમાં મિશ્ર ફળ મળશે. વ્યાપારી વર્ગ મળેલા લાભો થી અસંતુષ્ટ રેહશે. પ્રેમી વર્ગ પરસ્પર વિશ્વાસને ઓછો ના થવા દેતા.

વૃશ્ચિક:

        જીવનસાથી સાથે સબંધો પેહલા કરતા વધુ મજબુત થશે. આ સમયમાં ભ્રમ અને વિરોધાભાસની સ્થિતિ રેહશે. જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી જોખમપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ કરવાથી બચવું. ભાઈ બહેન અને પરિવાર તરફથી સહયોગ મળશે.

ધનુ:

        સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, શરદી, કફ, ખાસી જેવા રોગ થઇ શકે છે. માનસિક અશાંતિ બેચેની આપશે. આ સપ્તાહમાં કોઈ પણ શુભ કાર્ય ના કરવું. કાર્યક્ષેત્ર તથા નોકરી માટે આ સમય સારો રેહશે. નોકરી માં માન પ્રતિષ્ઠા મળશે. પ્રવાસ થઇ શકશે.

મકર:

        સપ્તાહની શરૂઆતમાં નોકરીમાં સ્થાનાંતરણ ની સંભાવના છે. આ સપ્તાહ તકલીફો થી ભરેલો છે, તેથી સાવધાની થી કાર્ય કરવું પડશે. અર્થીક રૂપથી તમારે સંસાધનોની જરૂર પડશે. પરિવારની આવશ્યકતાઓને કારણે દબાવમાં રેહશો.

કુંભ:

        ધાર્મિક માંગલિક પ્રસંગો માં જવાનું થશે. મનમાં દુવીધાની સ્થિતિ રેહશે. નિર્ણય લેવામાં અસુવિધાની સ્થિતિ રેહશે. પ્રવાસ થશે. દામ્પત્યજીવન આનંદદાયી રેહશે. નોકરિયાતોને નવી જવાબદારી પ્રાપ્ત થઇ શકે છે. નવા કાર્યો હાથમાં લેશો તો એમાં સફળતા મળશે.

મીન:

        મિત્રો અને ઓળખીતાઓને વધુ મહત્વ આપશો. અચાનક કોઈ વ્યવસાયિક મુસાફરી માટે જવું પડે. આ સમય વિશેષરૂપથી રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે અનુકુળ છે. રોકાણ કરતી વખતે સાવધાની રાખવી. વાતચીત અને ભાષણ કળા માં નિપૂર્ણ રેહશો.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824

 

Leave a comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *