જાણો કેવું રેહશે 15 February – 21 February સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Best Astrologer In Surat, India દ્વારા

મેષ:

        શારીરિક કષ્ટ ના લીધે ખિન્નતા રેહશે અને કામ ધંધામાં અરુચિ ઉત્પન્ન થશે. અચાનક કોઈ નુકશાન થવાનો ભય છે. ધન લાભ નો યોગ છે, કારોબાર ની સ્થિતિ સામાન્ય થતી જશે. આર્થીક ક્ષેત્ર સાથે જોડાયેલા વાદ-વિવાદનો અંત આવશે. સપ્તાહ મધ્યમાં વરિષ્ઠ સદસ્યના સહયોગ થી નાણાકીય કાર્યોની પૃષ્ઠભુમી તૈયાર થઇ જશે. જો તમે કળા કે મનોરંજન સાથે જોડાયેલા છો તો તમને ઘણો ફાયદો થશે.

વૃષભ:

        પારિવારિક ખુશીઓ પરિવારના ખર્ચા માં વધારો કરશે. ગ્રહની સ્થિતિ માનસિક કષ્ટનો સામનો કરાવી શકે છે. તમારું નસીબ કમજોર છે એટલે તમારે સ્વયમ પ્રયાસરત રેવું પડશે. વિદેશમાંથી સારી આવક પ્રાપ્ત થઇ શકે છે. વિદેશી સબંધોમાં તમારી ભૂમિકા મહત્વની રેહશે. તમારા પરાક્રમને બનાવી રાખશો તો તમારી મેહનતને અનુરૂપ સફળતા મળતી રેહશે.

મિથુન:

        કાર્ય પ્રત્યેની સકારાત્મકતા કાર્યક્ષેત્રની બાધાઓ માં ઘટાડો કરશે. સપ્તાહની શરૂઆતમાં પ્રયાસ, પરિશ્રમ અને વિવેકનો ઉપયોગ સાર્થક રેહશે. આસપાસના ક્ષેત્રોની મુસાફરી વ્યવસાયિક સફળતા અપાવી શકે છે. પરિવાર સાથે સબંધ ખરાબ થઇ શકે છે. સપ્તાહના મધ્ય ભાગ માં નોકરીમાં બનેલી બાધાઓ તમારા સ્વભાવમાં થોડા સમય માટે નિરાશાનો ભાવ લાવી શકે છે.

કર્ક:

        ભૌતિક સુખ સુવિધાઓ પ્રત્યે વધુ આકર્ષિત રેહશો. જીવનમાં પ્રેમનો આવકાર થઇ શકે છે. પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારો સમય છે. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રેહવું પડશે. લેણું કરવાથી બચજો. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠો સાથે સબંધ સારા રાખવા. કહકર્મીઓ પર કાર્ય છોડી દેવું સલામત નથી. વ્યવસાયિક ખર્ચાઓ માં વૃદ્ધિ થશે. સપ્તાહ મધ્યમાં વ્યાપારિક ક્ષેત્રમાં ઘણા ઉતાર ચઢાવ આવશે.

સિંહ:

        વરિષ્ઠ અધિકારીઓ સાથે સબંધ સુધારવાના અવસર પ્રાપ્ત થશે. વ્યવસાયિક કામ ને લીધે ઘર પરિવાર થી દુર રેવાની સંભાવનાઓ છે. કોઈ લાંબી બીમારી થી છુટકારો મળી શકે છે. ઘર પરિવાર સાથે સમય વિતાવવાના અવસર મળશે. વૈવાહિક જીવન માં સામંજસ ની સ્થિતિ રેહવાના સંકેત છે. સંતાનની શિક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

કન્યા:

        સ્વાસ્થ્ય જાળવવા સંતુલિત આહાર લેવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી. પોતાની સાથે પરિવારના સદસ્યોનો પણ ખયાલ રાખવો ખાસ કરીને બુજુર્ગોનો. નીજી જિંદગીને આટોપવામાં ઉતાવળ ના કરવી અને અવ્યવહારું ના બનતા. સપ્તાહનો મધ્યભાગ પ્રેમ સબંધો માટે ઉત્સાહજનક નહિ હોય. યાત્રા અથવા પર્યટનના સ્થળોએ જવાનો કાર્યક્રમ બને.

તુલા:

                સપ્તાહની શરૂઆત માં  ધાર્મિક તથા ઉત્તમ કાર્યો નો યોગ બને છે. સ્વાસ્થ્યમાં ઉતારચઢાવ ના સંકેત મળે છે. વિદ્યાર્થીઓમાં મેહનત અનુસાર પરિણામ મળવાને લીધે ઉત્સાહ જોવા મળશે. મોસાળ પક્ષમાંથી લાભ મળવાની સંભાવનાને પણ અવગણી ના શકાય. સપ્તાહના મધ્યમાં શેર અને જોખમ વાળા ક્ષેત્રોમાં વિચાર્યા વગર સોદા ના કરવા.

વૃશ્ચિક:

        નોકરી માં બદલાવ માટે ઉત્તમ સમય છે. નવા પ્લાનિંગ, બીઝનેસ કે નોકરીમાં કોઈ નવી યોજના બનશે. જે લોકો નોકરી કે વ્યવસાય માં છે તેઓ ને આ સમય માં ખુબ લાભ થઇ શકે છે. તમે જીવનમાં મહત્વ બદલાવ થતા જોશો. જીવન માં કોઈ પ્રેમ સબંધનું આગમન થઇ શકે છે. આ સમય પ્રેમ નો પ્રસ્તાવ મુકવા માટે પણ સકારાત્મક છે.

ધનુ:

        આ સમયમાં તમારા પક્ષમાં રુચિકર બદલાવ થઇ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રો માં વિસ્તાર સંભવિત છે. ઋણ ચુકવણીના કામો બાધાઓ છતાં પુરા થશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. પ્રેમીઓ માટે આ સમય આનંદમય રેહશે.  ગૃહસ્થ જીવન માં સ્નેહ અને સોહાર્દ બનાવી રાખવા માટે ક્રોધ અને આવેશ માં આવવાથી બચવું. દાંપત્ય જીવનમાં સસરા પક્ષના લોકો સાથે મુલાકાત થાય.

મકર:

        આવકની અપેક્ષાએ ખર્ચાઓ વધુ થવાને લીધે નાણાકીય મુસીબતોનો સામનો કરવો પડશે. અપરીણીતોને વિવાહના પ્રસ્તાવ આવશે. પારિવારિક વાતાવરણ માં ઉત્સાહની સ્થિતિ દેખાશે. પ્રર્તીયોગી પરીક્ષાઓ માં મેહનત કરવા છતાં સારા પરિણામ મળવા પર સંદેહ રેહશે. નોકરિયાતોને કારણ વગર અપમાનનો સામનો કરવો પડશે.

કુંભ:

        માનસિક વ્યગ્રતા વધુ રેહશે. આવશ્યક કરતા અનાવશ્યક વિચારો વધુ આવવાને લીધે સ્વાસ્થ્ય પર પ્રતિકુળ અસર થઇ શકે છે. ભાગીદાર અથવા જીવનસાથી ના ગુસ્સાનો શિકાર થઇ શકો છો. તનાવપૂર્ણ વાતાવરણ ની અસર સંતાન અને તેના શિક્ષણ પર જોવા મળશે. નાણાની તંગી  જોવા મળશે જેના લીધે નવી ખરીદી અટકશે.

મીન:

        નોકરિયાતો ને કાર્યક્ષેત્રમાં કારણ વગરની બાધાઓ આવશે. આ સમયમાં ઉચ્યાધીકરીઓ તમારી મુસીબત વધારી શકે છે. આર્થીક લાભના યોગ છે. કરીઅર સાથે જોડાયેલા લક્ષ્ય પ્રત્યે ગંભીર રેહશો તો આગળ વધવાના અવસર મળી શકે છે. વ્યવસાયયકર્તા આ સમય માં જેટલા વ્યવહારિક રેહશે એટલા જ વધુ સફળ થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળશે.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824

 

Leave a comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *