જાણો કેવું રેહશે 8 February – 14 February સુધીનું તમારું સપ્તાહ

મેહનત પછી વિદ્યાર્થીઓ ને અપેક્ષા અનુરૂપ ફળ મળશે. વધુ પડતા ખર્ચ ની સંભાવના છે. શુભ સમાચાર મળવાને લીધે મન ખુશ રેહશે. મુસાફરી તેમજ દોડધામ થવા છતાં વ્યાપારીઓ ને સફળતા મળશે. પરિવારના વડીલોનો સહયોગ મળશે. આ સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સબંધી તકલીફ રેહશે.

લગ્નજીવનમાં તણાવ રેહશે અને પ્રેમમાં મીઠાશની ઉણપ રેહશે. થોડી ઘરની જવાબદારી મળવાને લીધે મન ચિંતિત થઇ શકે છે. ધન મળવાના રસ્તા માં બાધા ઉત્પન્ન થઇ શકે છે. વધુ પડતા કર્યો તમને થાક નો અનુભવ કરાવશે. જેના લીધે તમારા સ્વાસ્થ્યમાં અસર થશે. સંતાન સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.

કાર્યોના વધુ પડતા પ્રમાણને કારણે તમને આરામ કરવાના અવસર ઓછા મળશે. આના સિવાય ઓછી નિંદ્રા ના પણ યોગ છે. વ્યાવસાયિક ભૂમિ-ભવન ના વિષયોમાં ધન વિનિયોજન કરવાથી ચેતવું. આર્થિક ઉન્નતી માટે આ સમય ઉત્તમ રેહશે. નસીબ નો સાથ મળવાનું શરુ થશે.

નોકરીમાં જીતોડ મેહનત કરવા છતાં પરિણામ આશા કરતા ઓછું મળવાની સંભાવના છે. અમુક લોકો માટે સ્થળાંતર અથવા સ્થાન પરિવર્તનના યોગ છે. નવી વ્યાપારિક સંસ્થાન શરુ કરવા માટે સમયની શુભતા બની છે.સપ્તાહ મધ્યમાં તમારામાં નિર્ણયશક્તિ વધારે રેહશે. સપ્તાહ અંતમાં માનસિક રૂપથી પ્રબળ રહેશો.

આ સપ્તાહમાં તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવવામાં સમર્થ રેહશો. વરિષ્ઠ અધિકારીઓનો અનુભવ તમને કામ લાગશે.કાર્યક્ષેત્રમાં વિરોધીઓ તમારી છબી ને નુકશાન પોહચાડવાની કોશિશ કરશે. નોકરિયાતો પોતાના કાર્યની અસફળતાને લઈને ચિંતિત રેહશે. ભાગ્ય તમને સાથ આપશે. મિત્રોનો સહયોગ મળશે.

આ સપ્તાહ માં સગાઇ અથવા લગ્નને લઈને કોઈ ઠોસ નિર્ણય લઇ શકશો. દાંપત્ય જીવનમાં સુખની સ્થિતિ રેહશે.સામાજિક જીવનમાં તમે ઘણા સક્રિય રેહશો. વ્યાપારીઓના સામાજિક સંપર્કમાં ઘણી વૃદ્ધિ રેહશે, જેના ઘણા ફાયદા થશે.

નોકરિયાતોને કાર્યક્ષેત્ર ની જગ્યાએ બીજાના હાસ્યનું કારણ બનવું પડશે. ભાગીદારીના ધંધામાં ભાગીદાર સાથે થોડો માનસિક તણાવ વધશે.વ્યાપારીઓને સતર્કતા રાખવી પડશે. પ્રેમ સબંધમાં અહમનો ટકરાવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને વિધ્યાભ્યાસમાં એકાગ્રચિત રાખવું જરૂરી.

જુના વિવાદોનો સુખદ અંત આવશે. ભૂમિ ભવનના વિષયોમાં વ્યસ્ત રેહશો. આર્થીક ક્ષેત્રમાં સારા પરિણામ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે. સપ્તાહના આરંભમાં ચિંતાઓ વધુ રેહશે. સંતાન પર વધુ ધ્યાન આપપવું પડશે. કોઈ લાંબો પ્રવાસ અથવા યાત્રાનો કાર્યક્રમ બની શકે છે.

આવક અને લાભ વધારવા માટે યાત્રાઓની સંભાવના છે. કોઈ નવી મિત્રતા ની શરૂઆત થશે. સપ્તાહના આરંભમાં ધન અને નીજી જીવન ને લઇ ને તણાવ રેહશે. વારસાગત કાર્યોમાં અહંકારની સ્થિતિ તણાવ ઉભો કરશે. કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જીવનમાં તમારી સક્રિયતા વધારે રેહશે સપ્તાહના અંતમાં ભાગ્યના સહયોગ થી કર્યો પૂર્ણ થશે.

આ સમયમાં ધનના વિષયમાં બીજાના પર જરૂરથી વધારે વિશ્વાસ કરવાની આદતમાં સુધારો લાવવો. ઘૂંટણ અને નભી નીચે ના અંગોમાં રોગ ઉત્પન્ન થવાની સંભાવના છે. જીવનસાથી ના સ્વાસ્થ્યની ચિંતા રેહશે. સપ્તાહના મધ્યભાગમાં માન-સન્માન માં ઉણપ નો અનુભવ થશે. લોકોનો તમારા પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ રેહશે. સપ્તાહના અંતમાં માનસિક અશાંતિ ના કારણે ચિંતામાં રેહશો.

સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સબંધ તરફ તમારો ઝુકાવ રેહશે. કાર્ય કરવાની ગતિ ધીમી હોવા છતાં કાર્યમાં સફળતા મળવાની અનુભૂતિ થશે. કાર્યનું હકારાત્મક પરિણામ પણ મળી શકશે. આ સપ્તાહમાં તમારી આવકમાં વૃદ્ધિ થશે. પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત થશે. શિક્ષણમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.

સપ્તાહની શરૂઆત માં ઉચ્યાધીકરીઓ કાર્યક્ષેત્રના વિવાદો સુલ્જાવવા અથવા સમસ્યા નું સમાધાન કરવાની કોશિશ કરશે. રોગ, ઋણ અને વિરોધી પ્રબળ રેહશે. વ્યાપારીઓના કાર્ય થવાના સંકેત છે પણ મેહનત ના પ્રમાણ માં આવક ઓછી રેહશે. શૈક્ષણિક ક્ષેત્રમાં ઘણા પ્રકારની બાધાઓ રેહશે.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824

 

Leave a comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *