જાણો કેવું રેહશે 1 March – 7 March સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Best Astrologer In Surat, India દ્વારા

મેષ:        કોઈ નવા કાર્યનો શુભારંભ થશે. નવા મિત્રના સહયોગ થી વિદેશ યાત્રા ના યોગ બનશે. આ સપ્તાહમાં તમારે તમારા સ્વાસ્થ્યનું અને તમારી બચતનો ખયાલ રાખવો પડશે. ફક્ત એટલુ જ નહિ વ્યાપાર અને યાત્રા કરતા સમયે પણ ધ્યાન રાખવું પડશે. ઋણ ની લેવડ દેવડ માં ખાસ ધ્યાન આપવું. સપ્તાહના અંત માં નવા કાર્યની શરૂઆત માટે વધુ મેહનત કરવી પડશે.
વૃષભ:        સુખ સુવિધામાં વધુ મન લાગશે. પૂર્વનિયોજિત કાર્ય પૂર્ણ થશે. મિત્રો થી લાભ થશે. કોઈ વયોવૃદ્ધ વ્યક્તિનો સહયોગ લાભ આપશે. નોકરી માં સ્થાનાંતર થવાની સંભાવના છે. પરિવાર માં કોઈની ઉપેક્ષા ના કરવી કે જેનાથી તેમની સાથે મનમોટાવ થાય. સપ્તાહ મધ્યમાં વ્યર્થની ભાગદોડ થઇ શકે છે. જીવનસાથી સાથે સબંધો સુધારી રાખવા તમે જાતે જ પ્રયાસ કરજો.
મિથુન:        આ સપ્તાહ દરમ્યાન પરિવાર માં ખુશી નો માહોલ રેહશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર આવશે. આત્મવિશ્વાસ બનાવી રાખવો. વિદ્યાર્થીઓ ને જાણકારીનો અને જ્ઞાનનો અભાવ થઇ શકે છે. પ્રેમ સબંધો માં ઉતાર ચઢાવ ની સ્થિતિ રેહશે. સમજી વિચારી ને નિર્ણય લેવા પડશે. મિત્રો અને ભાગીદારો નો સહયોગ તમારા વ્યવસાયિક લાભો માં વૃદ્ધિ કરી શકે છે.
કર્ક:                આ સપ્તાહમાં કાર્યક્ષેત્રથી જોડાયેલી નવી યોજનાઓ પર કામ થશે. સ્થાન અને પદ માં બદલાવ થઇ શકે છે. ઉચ્યાધીકરીઓ તરફ થી સહાય ની કોઈ અપેક્ષા ના રાખવી. તમારા કાર્યનો શ્રેય બીજા કોઈને મળી શકે છે. સહયોગી કષ્ટ વધારશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તથા ભાગ્ય તમારાથી પ્રતિકુળ રેહશે. પ્રબંધકીય અને પ્રશંસનીક કર્યો કરતી વખતે અસુવિધાનો અનુભવ થશે.
સિંહ:        સપ્તાહ દરમ્યાન કાર્યો પુરા કરવામાં વારંવાર બાધા આવશે. વાણીના માધુર્યથી મોટા કામો પુરા કરવામાં સફળતા મળી શકે છે. પ્રેમી વર્ગના સબંધો વધુ મજબુત અને અતુટ બનશે. સપ્તાહના પૂર્વાર્ધમાં તમે કોઈ નવું વહન કે પ્રોપર્ટી વગેરેની ખરીદી કરી શકો છો, છતાં વૈવાહિક લોકો સપ્તાહ મધ્યમાં પોતાના સબંધમાં વિશ્વાસ ની કમી મેહસૂસ કરશે.
કન્યા:        દાંપત્ય જીવન માં સુખ શાંતિ બનાવી રાખવા માટે વધુ મેહનત કરવી પડશે. મહત્વના કાર્યોમાં ઉતાવળ ના કરવી. નોકરિયાતો ને પોતાની કુશળતા બતાવવાના અવસર મળશે. મિત્રો અને ભાઈ બહેન સાથે હરવા ફરવા અને સાથે ખાવાની ઈચ્છા પ્રબળ દેખાય રહી છે. આ સપ્તાહમાં વ્યર્થના ખર્ચ વધી શકે છે.
તુલા:        કાર્યોમાં બાધાઓથી બચવા માટે તમારા કાર્યને સાવધાની થી કરવું પડશે. સંગ્રહેલા ધન માં વૃદ્ધિ થશે. જમીન-મકાન સાથે જોડાયેલો કોઈ મામલો પણ હલ થતો જોવા મળશે. સપ્તાહ દરમ્યાન નસીબ નો સારો સાથ જોવા મળશે. વ્યવસાયિકોને મેહનત નું સારું પરિણામ મળશે. પ્રેમ સબંધોમાં આગળ વધવા માટે સમય ખુબ સારો છે. નવા સબંધોની શોધ સમાપ્ત થશે.
વૃશ્ચિક:        સપ્તાહની શરૂઆત કાર્ય પુરા કરવાના પ્રયાસોથી થશે. આજીવિકા ક્ષેત્રે આંશિક સમય માટે નસીબ નો સહયોગ મળશે. સમયની અનુકુળતાનો લાભ ઉઠાવવો. વધુ પડતો કાર્યભાર અને જવાબદારીની અધિકતા તમને થાક નો અનુભવ કરાવશે. સપ્તાહ મધ્યમાં વ્યવસાયિક કાર્યો માટે મુસાફરી કરવી શુભ નિવડે. પ્રેમી વર્ગને હરવા ફરવા ને મનોરંજન માં વધુ રૂચી રહે.
ધનુ:        તમે વિવાદો દુર કરવામાં સફળ રેહશો. આ સપ્તાહમાં તમારેતમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. તમારું મન શેર સટ્ટો માં લલચાશે. શેર સટ્ટો નું કામ સંભાળી ને કરવું. તમારી છાતી અથવા જમણી આંખમાં બળતરા, પેટ સબંધી સમસ્યા આવી શકે છે. આ સમયમાં નવા લોકો સાથે મુલાકાત ના યોગ દેખાય છે. બહાર જવાનું નક્કી કર્યું હોય તો તેમાં તમે ઢીલા પડશો.
મકર:        આ સમયમાં તમારે આર્થીક બાબત માં વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ધન રોકાવાથી વ્યવસાયિક ક્ષેત્રમાં તકલીફ આવી શકે છે. વ્યવસાયમાં લાભ થશે પણ સહયોગી અને અધિકારીઓ તરફથી નોકરિયાતોને સહયોગ નહિ મળે. દુર્ઘટનાઓથી બચવું. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. અહંકારને કાબુ માં રાખવો અને સમજી વિચારીને કદમ ઉઠાવવા. અર્થીક સ્થિતિ પેહલા કરતા સારી થશે.
કુંભ:        પ્રેમ સબંધો માં ઘનિષ્ઠતા વધશે. ઉચ્યાધીકારીઓ સાથે સબંધ ઘણા સારા રેહશે. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારી સોપાશે. કાર્યો પુરા કરવા માટે વિશેષ કુશળતા અને યોગ્યતા ની જરૂર રેહશે. જેનાથી તમારી આગળની પ્રગતી નક્કી થશે. સપ્તાહ મધ્યમાં સારી આવક રેહશે, આવક વધારવા માટે તમે વધુ પ્રયાસો કરશો. સપ્તાહ મધ્યમાં મહત્વકાંક્ષાઓ વધુ રેહશે.
મીન:        વ્યાપારીઓને આગળ વધવાના અવસર મળી શકે છે. આ દિવસોમાં અચાનક ધન હાની ના યોગ બને છે. વાણી માં મધુરતા રાખવી પડશે. મહત્વકાંક્ષાઓ વધુ રેહશે. નસીબ નો સાથ મળવાને લીધે મહત્વના કાર્યો પુરા કરવાના પ્રયાસો કરશો. ઓછી મેહનતે વધુ લાભ મેળવવા માટે પ્રયાસરત રેહશો. વ્યવસાયિક ઉલજનો સુલ્જાવવામાં સફળતા મળી શકે છે.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824