જાણો કેવું રેહશે 8 March થી 14 March સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Best Astrologer In Surat, India દ્વારા

મેષ:        યાત્રામાં વધુ ખર્ચ થવાની સંભાવના છે. ધન લાભ તેમજ વ્યાપારમાં લાભ થશે. રોગ અને ઋણ માં વૃદ્ધિ થશે. પદ – ઉન્નતી ના પ્રયાસો સફળ થશે. કાર્યની અધિકતા થાક ની અનુભૂતિ કરાવશે. પાર્ટનરશીપ ના ધંધામાં ઉતાર ચઢાવ આવી શકે છે. સપ્તાહ મધ્યમાં વ્યાપારીઓને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી ફાયદો થઇ શાકે છે.
વૃષભ:        આજીવિકા ક્ષેત્રે તમારા પર કાર્યભાર વધુ રેહશે. મેહનત મુજબ નું ફળ ન મળવાને કારણે વ્યાપારી વર્ગ માં થોડી નિરાશાનો ભાવ આવી શકે છે. ગૃહસ્થ જીવન ને જરૂરી સમય નહી આપી શકો. સ્વાસ્થ્યમાં થોડા ઉતાર ચઢાવ રેહશે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી જવાબદારી તમે પૂરી નિષ્ઠા થી નીભાવશો.
મિથુન:        સપ્તાહની શરૂઆત માં મિત્રો સાથે મળવાની સંભાવના છે. મિત્રો તેમજ સાથીઓ નો આ સમયમાં ફરવાનો યોગ બને છે. આર્થીક યોગ મજબુત હોવાને કારણે તમને જોખમ વાળા ક્ષેત્રો માંથી પણ લાભ થશે. પરાક્રમની અધિકતાને કારણે તમારી વ્યવસાયિક બાધાઓ માં ઘટાડો થશે. કાર્ય માટે નાની મુસાફરી લાભ આપશે.
કર્ક:           વિદ્યાર્થીઓની સ્થિતિ સમાન્ય રેહશે. વૈવાહિક જીવન માં રૂચી ઓછી રેહશે. જીવનસાથીના સ્વાસ્થ્યની અવગણના કરવાથી બચવું. ઉત્તમ કાર્યક્ષમતા ને લીધે અનેક કામો સમયસર પુરા કરી શકશો. બૌદ્ધિક વિષયોમાં ભૂલ થવાની સંભાવના છે. આ સપ્તાહમાં કોઈ પણ નિર્ણય લેતા પેહલા વિચાર વિમર્શ અવશ્ય કરવો.
સિંહ:           વૈવાહિક જીવન માં જીદ અને અહંકાર થી બચવું. મિત્રવર્ગનો સહયોગ તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારશે. રોગ માં ઘટાડો થવાના સંકેત દેખાય છે. વ્યાપારીઓ માટે આ સમય પડકારરૂપ રેહશે. સરકારી ક્ષેત્રોમાં કાર્યરત લોકો ની સ્થિતિ માં સુધારો થશે. પ્રેમ સબંધ માટે પણ આ સમય સારો છે.
કન્યા:      શેરબજાર કે સટ્ટોબાજી માં રોકાણ કરવાથી લાભ થઇ શકે છે. ઘરમાં બદલાવ ની સંભાવના છે. સંતાન સાથે સંકળાયેલી ચિંતામાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. કારણ વગરના ખર્ચ ને લીધે તમારી આર્થીક સ્થિતિ ખરાબ થઇ શકે છે.
તુલા:          આર્થીક ક્ષેત્રોમાં અસ્થિરતાની સ્થિતિ રેહશે. જોખમવાળા ક્ષેત્રમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે છે પણ વધુ માત્રામાં રોકાણ કરતા પેહલા વડીલો ની સલાહ લેવી જરૂરી છે. નોકરિયાતો ને સરકારી કાર્યમાં સરળતા નો અનુભવ થશે. પરિવાર સાથે યાત્રા પર જવાના કાર્યક્રમ થઇ શકે છે.
વૃશ્ચિક:        ધાર્મિક કાર્યોમાં સક્રિયતા વધુ રેહશે. ધર્મ ગુરુઓ સાથે સમય પસાર કરવાના જરૂરી અવસર મળી રેહશે. મેહનત પ્રમાણે લાભ મળવાના સંકેત છે. નોકરીયાતોની આવક માં વૃદ્ધિ થશે. પ્રેમ પ્રસંગમાં અનુકુળતા રેહશે. જમીન જગ્યા ના વિષયોમાં નવી યોજનાઓ બનશે. નોકરી માટે સારા અવસર મળશે.
ધનુ:      આ સપ્તાહની શરૂઆત તમારા માટે ઘણી આનંદદાયક તથા ઉત્સાહવર્ધક રેહશે. કોઈ પ્રેમ પ્રસંગ બનવાના પણ સારા યોગ છે. મનપસંદ વ્યક્તિ સામે પ્રેમ નો પ્રસ્તાવ મુકવાથી સકારાત્મક ફળ મળી શકે છે. પ્રેમીઓમાં ભેટ-સોગાદ ની આપ-લે નિકટતા વધારશે. જીવનસાથી અથવા મનપસંદ વ્યક્તિ સાથે હરવા ફરવાના અવસરો મળશે.
મકર:        સરકારી નોકરી કરતા વ્યક્તિઓને પદ માં વૃદ્ધિ અથવા સ્થાનાંતરણ મળી શકે છે. વ્યાપારમાં માલ સામાન ની હાની થઇ શકે છે. સપ્તાહની શરૂઆતમાં તમે વ્યવસાયિક બાબત માં વધુ રૂચી લેશો. કોર્ટ કચેરી માં વિજયી બનશો. નોકરી માં પદ પ્રતિષ્ઠા વધવાને લીધે નવો કાર્યભાર સંભાળવાના અવસર મળશે તથા વ્યવસાયમાં પણ ઉત્તમ આર્થીક લાભ થશે.
કુંભ:         માતાના સ્વાથ્ય પ્રત્યે સતર્ક રેહવું, વિશેષ: જો તે પેહલા થી જ બીમાર હોય. બિનજરૂરી મુસાફરી થઇ શકે છે. વિજાતીય લોકો સાથે નવા સબંધ થઇ શકે છે. પ્રેમ કરનારા માટે સારો સમય છે કેમ કે પ્રેમ માં પ્રગાઢતા આવશે. પરીક્ષાર્થીઓ માટે સમય સારો રેહશે. શત્રુ પરાસ્ત થશે.
મીન:           તમારી આસપાસ ના લોકો ની મદદ ના કારણે તમારી પ્રગતિમાં સહયોગ મળશે. સપ્તાહની શરૂઆત માં કઈ ને કઈ નવું કરવાના વિચારો આવશે. નોકરિયાતો પોતાના પર દબાવ અનુભવશે. ઉચ્યાધીકારીઓ તમારી મુશ્કેલી વધારશે. પોતાનામાં વિનમ્રતા જાળવી રાખવી. વાતચીતમાં સાવધાની રાખવી.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824