જાણો કેવું રેહશે 23 March થી 31 March સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Famous Astrologer In Surat, India દ્વારા

મેષ:       કુટુંબમાં કોઈ સુખી પ્રસંગની સ્થિતિ બનશે. કોઈ ખાસ વ્યક્તિ દ્વારા આર્થીક સહયોગ ની પ્રાપ્તિ થશે. વૈવાહિક જીવન ની જટિલતાઓ ઓછી થતી જોવા મળશે. કોઈ લાંબી યાત્રા પર જવાના સંજોગો ઉભા થશે. સપ્તાહ મધ્યમાં વ્યાપારમાં સફળતા  મળશે.
વૃષભ:     સપ્તાહની શરૂઆત તમારા માટે ખુબજ સારી રેહશે. આર્થીક અને પારિવારિક ક્ષેત્રોમાં શુભ બદલાવ થશે. કાર્યભાર અને જવાબદારીનો વધારો અને ઘર થી દુર જવું પડશે. જેનાથી સ્વાસ્થ્યને હાની થશે. પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ કરશો. ઘરમાં સારો માહોલ રેહશે.
મિથુન:      સખત મેહનત અને સંઘર્ષ ની પરિસ્થિતિ બનેલી છે. સંપર્કોના લાભ ઉઠાવવાના પ્રયત્નો કરશો. કાર્યો પુરા કરવા માટે વાણી માં મીઠાશ રાખવી પડશે. સપ્તાહની શરૂઆત માં અમુક કામ અટકી શકે છે. આવામાં તમારા સંપર્કોની મદદ મળશે. વાણી માં મીઠાશ તમારા કાર્યોની બાધાઓને દુર કરશે.
કર્ક:         પ્રભાવશાળી વાણી થી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રેહશો. ઉચ્ચાધિકારીઓ નો પૂર્ણ સહયોગ મળશે. પોતાની મેંહનતના દમ પર નોકરી કે વ્યાપારમાં માન સન્માન મેળવવામાં સફળ રેહશો. જીવનસાથી સાથે કોઈ રોમાંચક યાત્રાનો આનંદ પણ ઉઠાવી શકશો.
સિંહ:       સપ્તાહની શરૂઆત માં ખર્ચા અને પરિવાર સાથે મતભેદ થવાની સમભાવના છે. સમભાવ હોય તો બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ સમયે વૈવાહિક જીવન, શિક્ષણ, પ્રેમ સબંધ અને વ્યાપારમાં ધારેલા લાભ નહિ મળી શકે અથવા વધુ મેહનત થી લાભ થશે.
કન્યા:     સપ્તાહ દરમ્યાન તમારો ઢોળાવ માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા તરફ વધુ રેહશે. આવક, ઉધાર-વસુલી ની દ્રષ્ટીએ સમય લાભદાયી રેહશે પરંતુ વર્તમાન સમયમાં કોઈ મિત્ર અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ દગો આપશે. સહયોગી અને નોકરો પર કાર્ય ના છોડવું.     
તુલા:       વિદેશમાં કાર્ય કરતા હોય અથવા મલ્ટીનેશનલ કંપની સાથે જોડાયેલાઓ ને અવરોધો નો સામનો કરવો પડશે. જીવનમાં કોઈ નવા પ્રેમ સબંધની શરૂઆત થઇ શકે છે. સપ્તાહના અંતિમ ચરણ માં પોતાના જીવનમાં ઘણો બદલાવ અનુભવશો.
વૃશ્ચિક:     સપ્તાહની શરૂઆતથી જ વ્યાપારીઓને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે. વ્યાપારિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને લાપરવાહીને લીધે મોટું નુકશાન થઇ શકે છે. આ સમયમાં વિદ્યાર્થીઓને ભણવામાં વધુ રૂચી રેહશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે.
ધનુ:     નવા સબંધોની શરૂઆતની પ્રબળ સમભાવના છે. વિવાહ ના ઈચ્છુક વ્યક્તિઓ માટે સારું ચરણ દેખાય રહ્યું છે. સાહિત્ય અને લેખન ના કાર્યોમાં સફળતા મળશે. ધનલાભ અને કારભાર સારી રીતે ચાલવાના યોગ છે. શેર બજાર, સટ્ટો અને લોટરી થી લાભ થવાના યોગ છે.
મકર:     સપ્તાહની શરુઆત સસરા પક્ષ સાથે જોડાયેલી સમસ્યાઓથી થવાના સંકેત મળે છે. વ્યવસાયી વર્ગને સલાહ છે કે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પેહલા સલાહ-મશવરા જરૂર લેવા. પ્રેમ સબંધો માં સ્નેહની અછત દેખાશે. સંગ્રહેલા ધન માં અછત દેખાશે.
કુંભ:      સપ્તાહની શરુઆત માં આર્થીક બાબતે થોડો મુશ્કેલ સમય જોવો પડશે. દુર ના સંપર્કો પર વધુ ધ્યાન રેહશે. વ્યવસાયિક બાબત ખાસ કરીને આયાત – નિકાસ અને મલ્ટીનેશનલ કંપનીઓ સાથે જોડાયેલી મહત્વની યોજનાઓ માં સફળતા મળવાની સમભાવના છે.
મીન:       સપ્તાહ દરમ્યાન અણગમતા નિર્ણયો લેવા પડશે. કોઈ ખાસ વસ્તુ ગુમ થઇ શકે છે, સાવધાન રેહવું. જરૂરી દસ્તાવેજો પણ ગુમ થઇ શકે છે. પરિસ્થિતિને હકારાત્મક રીતે જોઈ ને આગળ વધવાની કોશિશ કરવી. કાર્યક્ષેત્રમાં તેમજ પૈતૃક વ્યવસાયમાં લાભ થવાના યોગ છે.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824