જાણો કેવું રેહશે 15 March થી 22 March સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Famous Astrologer In Surat, India દ્વારા

મેષ:        સપ્તાહની શરૂઆતમાં દરેક કામ પ્રયાસ કરવાથી પુરા થશે પરંતુ આળસ નો ત્યાગ અનિવાર્ય છે. બીજા પર કાર્ય છોડી દેવું તમારા માટે હિતાવહ નથી. સપ્તાહ અંત માં મિત્રો અને સહયોગીઓ વધુ કામ લાગશે. ઘરેલું સુખની કમી લાગશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. સપ્તાહ અંત માં બુદ્ધિ અને તર્ક થી રોકાયેલા કાર્યોનો અંત આવશે.
વૃષભ:        સપ્તાહની શરૂઆત માં આર્થીક લાભ થઇ શકે છે. ધન ની લેવડ-દેવડ અનુકુળ રેહશે. જમીન મકાન અને વાહન નું સુખ મળશે. નોકરિયાતો ને નવી નોકરી મળવાના યોગ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ માં એકાગ્રતા ઓછી જણાશે. જેનાથી વિદ્યાર્થીઓને તણાવ ની અનુભૂતિ થશે. મહત્વપૂર્ણ સભાઓ અને યાત્રાઓ સાથે જોડાયેલા કાર્યો કરવા માટે સમય ની શુભતા બનેલી છે.
મિથુન:       વ્યવસાયિક કાર્યો માટે વિદેશગમન ના યોગ છે. યાત્રાઓ લાભદાયી નીવડશે. પ્રેમ સબંધમાં બાધાઓ પ્રેમ માં ઉણપ લાવશે. નવા મિત્રો બનશે. કાર્યક્ષેત્રમાં સ્વયં માનસિક દબાવ મેહસૂસ કરશો. સ્વાસ્થ્ય સુખમાં વૃદ્ધી થશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉચ્યપદ પ્રાપ્તિ માટે પ્રયાસરત રેહવું. સપ્તાહ મધ્યમાં વડીલોના સહયોગ ની અપેક્ષા ના કરવી.
કર્ક:          વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા રેહશે અને મનોબળ પણ સારું રેહશે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. અધ્યાત્મિક ગતિ વિધિ વધી શકે છે. ગુઢ વિજ્ઞાન પ્રત્યે રૂચી અવધી શકે છે. જીવનસાથી સાથે મધુર સબંધ રેહશે. બંનેના પ્રેમ માં દિનપ્રતિદિન વધારો થશે. પ્રેમ માં અહંકાર વાળું વર્તન ના રાખવું તેમજ એક બીજા પ્રત્યે માન સન્માન રાખવું.
સિંહ:         મિત્રો અને ભાઈ બહેન સાથેના સબંધમાં ઘનિષ્ઠતા આવશે. નાની મુસાફરી ના યોગ બને છે કાર્યસિદ્ધિ અને આર્થિક લાભ માટે કરેલા પ્રયાસો સફળ થશે. ભાગ્યોદય ના અવસર પણ આવી શકે છે. થોડા વિઘ્નો પછી જ કાર્ય પૂર્ણ થશે. નોકરિયાતો કાર્યક્ષેત્રમાં વગર કામની વાતો થી બચે. સપ્તાહ અંત માં સમજી વિચારી ને નિર્ણય લેવા ઉતાવળિયા નિર્ણયો ના લેવા.
કન્યા:      સપ્તાહ દરમ્યાન મિશ્ર ફળ મળે. તમે માનસિક દુવિધા, ચિંતા અને કાર્યમાં તકલીફ અનુભવશો. ઉતાવળને લીધે તમારું કામ બગડશે અથવા નુકશાન થવાની સંભાવના છે. આ સમયમાં તમારા ગુસ્સાને કારણે કોઈ સાથે ઉગ્ર વિવાદ અથવા જઘડો થઇ શકે છે. જીવનસાથી સાથેના વ્યવહારમાં સમાધાનકારી વ્યવહાર અપનાવવો.
તુલા:        આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળદાયી રેહશે. નોકરી કે કાર્યક્ષેત્રમાં વિજાતીય આકર્ષણ ને કારણે તમારા માન સન્માન ને ઠેસ લાગી શકે છે, એનું ખાસ ધ્યાન રાખવું. વૈચારિક  ઉલ્જન વધવાની સંભાવના છે. જીવનસાથી સાથે હરવા ફરવા કે સિનેમા જવાના કાર્યક્રમ બની શકે છે. વધુ ખર્ચ રેહવાની સંભાવના છે. કાર્યને સાવધાની થી કરવું.
વૃશ્ચિક:       સપ્તાહ દરમ્યાન તમારી ઉગ્ર વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા સબંધો અસરગ્રસ્ત થઇ શકે છે. કોઈ કુદરતી સોંદર્ય વાળી જગ્યાએ જવાનું થઇ શકે છે. સ્વાસ્થ્ય સબંધી તકલીફ આવી શકે છે. સપ્તાહ મધ્ય માં પારિવારિક સમસ્યાઓ ને લીધે હૃદય ચિંતાગ્રસ્ત રેહશે. સપ્તાહની શરૂઆત માં પારિવારિક ખર્ચ માં વૃદ્ધિ થશે.
ધનુ:     ઉધાર વસુલી કે આર્થીક લેવડ દેવડ સબંધી કાર્યો પૂર્ણ થશે. સપ્તાહ અંતમાં તમારો સમય આનંદપૂર્વક પસાર થશે. તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસ માટે જઈ શકશો. સપ્તાહ અંતમાં પારિવારિક સંમેલન પણ થઇ શકે છે. સરકારી કંપનીઓ માં કરેલું રોકાણ લાભદાયી રેહશે. કામકાજ માટે ભાગદોડ કરવી પડશે.
મકર:       આ સપ્તાહમાં નોકરીમાં તકલીફ રેહશે. કાર્યને કુશળતા થી કરવું પડશે. સપ્તાહની શરૂઆત માં કાર્યને કારણે મુસાફરી ની સ્થિતિ બની શકે છે. નોકરી માં બદલાવ કરી શકો છો. માતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. યાત્રાઓ માં બાધા આવવાના કારણે યાત્રા સ્થગિત કરવી પડશે. ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે.
કુંભ:       ખાવા પીવાની આદતો માં નિયમિતતા રાખવી પડશે, અન્યથા સ્વાસ્થ્ય ની તકલીફ ના સંકેત છે. કાર્યસ્થળ પર વિજાતીય સબંધ સારા રેહશે અને કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. પ્રયાસો કરવાથી નવા કાર્યો ની શરૂઆત કરી શકો. તમારો ઢોળાવ પરિવાર તરફવધુ રેહશે. પ્રેમ સબંધોમાં આગળ વધવા માટે સમય અનુકુળ છે.
મીન:         સપ્તાહની શરૂઆત થી જ ભાગીદારી સાથે જોડાયેલા વ્યક્તિઓ ધન હાની અને બાધાઓ પ્રત્યે સાવધાન રેહવું પડશે. ભાગીદારો માં સમજણ ની કમી સામે આવી શકે છે. અણસમજણ અને મતભેદને વાતચીત દ્વારા સુલ્જાવવાના પ્રયાસ કરવા. વિદ્યાર્થીઓને અનુભવી વિદ્યાર્થીઓનો સહયોગ નો લાભ મળશે. કોઈ પણ લેવડ દેવડ વખતે લેખિત પ્રક્રિયા નું પાલન અવશ્ય કરવું.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824